હૅપટાઇટિસ C

વિશે વધુ જાણો

હું બિલકુલ સારો છું
તપાસ કરાવો
સારવાર કરાવો

હૅપટાઇટિસ C માટે કોઈ રસી નથી પરંતુ સારવાર છે1

હૅપટાઇટિસ C યકૃતને નુકસાન અને યકૃતના કેન્સરમાં પરિણમી શકે છે2

સારવાર હૅપટાઇટિસ C વાઇરસનો ખાતમો કરી શકે છે3

યકૃતની અગત્યતા4

યકૃત સૌથી મોટું આંતરિક અંગ છે અને સારા સ્વાસ્થ્યની ચાવી છે. યકૃત 500 કરતાં વધુ કામગીરીઓ બજાવે છે, જેમાં આમનો સમાવેશ થાય છે:

  • પિત્તનું નિર્માણ, જે પાચન દરમ્યાન ચરબીના નાના ઘટકોમાં રૂપાંતરણમાં મદદ કરે છે.
  • કોલેસ્ટેરોલ અને વિશેષ પ્રોટીનોનું નિર્માણ, જે ચરબીના વહનમાં મદદ કરે છે.
  • રક્ત પ્લાઝ્મા માટે ચોક્કસ પ્રોટીનોનું નિર્માણ.
  • વધારાના ગ્લૂકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ (ઊર્જા સંગ્રહ).
  • ગ્લૂકોઝ અને એમિનો ઍસિડ્સના રક્તમાંના સ્તરોનું નિયમન.
  • રક્તમાંથી વિવિધ ઔષધો અને હાનિકારક પદાર્થો દૂર કરીને શુદ્ધિકરણ.
  • હીમોગ્લોબિનની પ્રક્રિયા કરવી અને લોહતત્ત્વનો સંગ્રહ કરવો.
  • અનેક સ્કંદન પરિબળોનું નિર્માણ કરીને રક્તના ગંઠાવાને આગળ વધારવું.
  • અમુક રોગપ્રતિરોધી પરિબળોનું નિર્માણ કરીને અને રક્તપ્રવાહમાંથી બૅક્ટીરિઆ દૂર કરીને ચેપ સામે લડાઇ કરવી.

હૅપટાઇટિસ શું છે?

“હૅપટાઇટિસ” એટલે યકૃતનો સોજો. આલ્કોહૉલનું ભારે સેવન, ઝેરી તત્ત્વો, અમુક દવાઓ, અને ચોક્કસ તબીબી પરિસ્થિતિઓ હૅપટાઇટિસ નીપજાવી શકે છે. જો કે, હૅપટાઇટિસ બહુધા એક વાઇરસ દ્વારા થતો હોય છે.2

હૅપટાઇટિસ C શું છે

હૅપટાઇટિસ C એક વાઇરસ છે, જેને ટૂંકમા HCV કહેવાય છે. HCV યકૃતમાં ચેપ લગાડી શકે છે અને હૅપટાઇટિસમાં પરિણમી શકે છે. ગંભીર હૅપટાઇટિસ C એટલે કોઈ વ્યક્તિને ચેપ લાગ્યા પછીના પ્રારંભિક 6 મહિનાનો ગાળો.2 ગંભીર HCV ધરાવતા હોય તેવા આશરે 25% લોકો આ સમયગાળા દરમ્યાન પુરી રીતે સાજા થઈ જાય છે.5 ગંભીર ચેપ તેની ઉગ્રતા અત્યંત હળવી માંદગી જેમાં બહુ જ થોડા અથવા કોઇ લક્ષણો ન હોય ત્યાંથી લઈને ગંભીર સ્થિતિ જેમાં હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી હોય, તેવી હદ સુધીની હોઈ શકે.2
ગંભીર HCV ધરાવતા હોય તેમાંના લગભગ 75% લોકોને લાંબા ગાળાનું અથવા ઉગ્ર HCV થાય છે.5 દવાઓ વડે સફળતાપૂર્વક સારવાર કરવામાં ન આવે તો, ઉગ્ર HCV યકૃતના કાઇરોસિસ (ચાંઠા પડવા), યકૃતના કેન્સર, અને યકૃત કામ કરતું બંધ થવામાં પરિણમી શકે છે.

ભારતમાં HCV ચેપ કેટલો સામાન્ય છે?

ભારતમાં આશરે 100 વ્યક્તિઓમાંથી 1 HCV વડે ચેપગ્રસ્ત હોઈ શકે છે. એવો અંદાજ છે કે 2014માં ભારતમાં 2,88,000 નવા HCV ચેપના બનાવ બન્યા. ભારતમાં HCV સંબંધિત મૃત્યુની સંખ્યા પ્રતિવર્ષ 96,000 જેટલી ઊંચી હોવાનો અંદાજો છે.6-8

HCV તમારા યકૃતને શું કરે છે?

HCV બીમારીનો ઘટનાક્રમ

સ્વસ્થ યકૃત

સ્વસ્થ યકૃત પાછું વિકસવાની, અથવા ક્યારેય નુકસાન પામ્યું હોય ત્યારે નવજીવનની ક્ષમતા ધરાવે છે. તે તમારા રક્તનું શુદ્ધિકરણ કરવાની, પોષકતત્ત્વો પર પ્રક્રિયા કરવાની અને ચેપ સામે લડવાની કામગીરી કરે છે.2,9

ફાઇબ્રોસિસ

યકૃતના રોગમાં સોજો આવેલા યકૃત પર ચાંઠા પડવાની શરુઆત થાય છે. આ ચાંઠા વાળી પેશી વધે છે અને સ્વસ્થ યકૃત પેશીની જગ્યા લે છે. આ પ્રક્રિયા ફાઇબ્રોસિસ કહેવાય છે. આ તબક્કે, તમારું યકૃત સ્વસ્થ સ્થિતિમાં હોય તેટલી સારી રીતે કામ નથી કરી શકતું.9

સિરોસિસ

સિરોસિસ એ યકૃત પર ચાંઠા પડવા છે જ્યાં ચાંઠા વાળી સખત પેશી મૃદુ સ્વસ્થ પેશીની જગ્યા લે છે. જો સિરોસિસનો આ તબક્કે ઉપચાર ન કરવામાં આવે, તો તે યોગ્ય કામગીરી ન કરી શકે અને યકૃતના કામ કરતા બંધ થવામાં પરિણમી શકે.9

કાર્સિનોમા

હેપાટોસેલ્યુલર કાર્સિનોમા (HCC) અથવા યકૃતનું કેન્સર સૌથી સામાન્ય પ્રકારનું પ્રાથમિક યકૃત કેન્સર છે. કેન્સર, જે યકૃતમાં શરુ થાય છે, તેને પ્રાથમિક યકૃત કેન્સર કહેવાય છે. તે યકૃતમાં અસ્વસ્થ કોષોનો વિકાસ અને ફેલાવો છે.10

હૅપટાઇટિસ Cનું જોખમ કોને છે?

તમને હૅપટાઇટિસ C ત્યારે થઈ શકે જ્યારે એક ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી રક્ત તમારા શરીરમાં પ્રવેશે. આવું થઈ શકે જો તમે:

એક ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે ડ્રગ (કેફીપદાર્થ)ની સોઇ વહેંચો.2,11-13

2001 પહેલાં રક્ત તબદીલીથી પ્રાપ્ત કર્યું હોય, જ્યારે રક્તને હૅપટાઇટિસ C અથવા અન્ય ચેપો માટે નિત્યક્રમ મુજબ તપાસવામાં નહોતું આવતું.1,2,11-13

હૅપટાઇટિસ C હોય તેવી માતાને જન્મ્યા હોવ (માતાથી બાળકને સંક્રમણ થવાની 5% સંભાવનાઓ).1,2,11-13

એક ચેપગ્રસ્ત વ્યક્તિ પર વપરાયા હોય તેવા, ચેપમુક્ત કર્યા વિનાના સાધનો વડે ટેટૂ કરાવ્યું અથવા વીંધાવ્યું હોય.1,2,11-13

એક ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા વપરાઇ હોય તેવી સોય વડે અકસ્માતે છેદાયા હોવ.1,2,11-13

ચેપગ્રસ્ત વ્યક્તિનું રેઝર અથવા ટૂથબ્રશ વાપરો.1,2,11

જો ક્યારેય હીમોડાયાલિસિસ પર રહ્યાં હોવ.2,12

ક્યારેય જેલમાં કામ કર્યું હોય અથવા ત્યાં રખાયા હોવ.2,12

જૂજ કિસ્સાઓમાં હૅપટાઇટિસ Cનું જાતીય રીતે સંક્રમણ શક્ય છે.1,2,11-13

આહાર અંગેની સામાન્ય સલાહ

તમારા આહારમાં આમનો સમાવેશ કરતા નિયમિત અને સંતુલિત ભોજનનો સમાવેશ થવો જોઈએ:14

  • આખા અનાજનું બ્રેડ અને અનાજો.
  • પૂરતાં પ્રોટીન પ્રચુર આહાર જેવા કે, માંસ, માછલી, દાણા, ઈંડા, અને ડેરી ઉત્પાદો.
  • પુષ્કળ શાકભાજી અને ફળો.
  • ભરપુર પાણી (દિવસના ઓછામાં ઓછા 6 થી 8 ગ્લાસ).

આમનો વપરાશ મર્યાદિત કરવો અથવા ટાળવો:

  • આહારમાં અતિ વધુ મીઠું, ખાંડ અને ચરબી.
  • દારુનું સેવન.

હૅપટાઇટિસ કેવી રીતે નથી ફેલાતો?

ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે હાથ મિલાવવા અથવા પકડવાથી1,15-16

માતાના દૂધ, ખોરાક અથવા પાણી થકી1,15

ઉધરસ અને છીંક વડે1-16

તરણકુંડ અને સોનાના સહિયારા ઉપયોગ વડે1-16

ભેટવાથી, ચુંબન કરવાથી અથવા આલિંગન કરવાથી1-16

એક જ વાસણો, કટલરિનો ઉપયોગ કરવાથી, એક જ ગ્લાસમાંથી પાણી પીવાથી1-16

જાજરૂ અને બાથરુમના સહિયારા ઉપયોગ વડે1-16

કપડાંના સહિયારા ઉપયોગ વડે1-16

મને કેવી રીતે ખબર પડે કે મને HCV છે?

તમને HCV છે કે કેમ તે જાણવાનો એકમાત્ર રસ્તો તપાસ કરાવવાનો છે. તબીબો બે પ્રકારની તપાસોને આધારે HCVનું નિદાન કરે છે.2,11

  • a. તપાસો, કે જે રક્તને ઍન્ટિબૉડિઝ - વાઇરસ સામે પ્રતિસાદ માટે રોગપ્રતિકારક તંત્ર દ્વારા તૈયાર કરાયેલ પ્રોટીન માટે ચકાસે છે.2,11
  • b. તપાસ, કે જે RNA તરીકે ઓળખાતા, વાઇરસે જાતે બનાવેલા પદાર્થ માટે ચકાસે છે.2-11

મોટાભાગના લોકો જેમની ઍન્ટિબૉડિ તપાસ નકારાત્મક આવી હોય, તેમને HCVનો ચેપ નથી હોતો અને વધારાની તપાસની જરૂર નથી હોતી.11

અસ્વીકૃતિ:

અહીં પ્રસિદ્ધ કરેલ સામગ્રી માત્ર માહિતી માટે અને હૅપટાઇટિસ અંગેની જાણકારીમાં વધારો કરવાના હેતુસર જ છે. કોઈપણ ત્રાહિત પક્ષનો સંદર્ભ અને/અથવા તેની સાથે જોડાણ માયલાન દ્વારા કોઈ સમર્થન કે બાયંધરીનું સ્વરૂપ નથી લેતું. અહીં સમાવેલી માહિતી ચોક્કસ અને અદ્યતન છે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે તે છતાં, માયલાન અહીં પૂરી પાડેલી વિગત વાળી સામગ્રી થકી વહેંચવામાં આવી રહેલી કોઈપણ માહિતીની ચોકસાઇ માટે કોઈ જાહેરાત નથી કરતું કે જવાબદારી નથી લેતું, તેમજ અહીં પૂરી પાડેલી કોઈપણ માહિતીના ઉપયોગને કારણે નીપજતી કોઇ ક્ષતિ, ચૂક અથવા પરિણામો - કાનૂની કે અન્યથા, માટે તે જવાબદાર નહિ ઠેરવાય, તેમજ તેમાંથી ઉદ્ભવતી કોઈપણ જવાબદારીનો તે સ્પષ્ટપણે ઇનકાર કરે છે.

હૅપટાઇટિસ વિશે વધુ જાણવા માટે તમારા તબીબની સલાહ લો. તમને માર્ગદર્શન આપવા માટે તમારા તબીબ શ્રેષ્ઠ વ્યક્તિ છે. અહીં પૂરી પાડેલી માહિતી તમારા તબીબ દ્વારા પૂરી પાડવામાં આવેલી તબીબી સલાહની જગ્યા લઈ શકતી નથી.

References:

  1. 1. NHS Hepatitis C Symptoms. Available from: http://www.nhs.uk/Conditions/Hepatitis-C/Pages/Symptoms aspx. Accessed on 22nd February 2015.
  2. 2. CDC, Hepatitis C General information. Available from: http://www.cdc.gov/hepatitis/HCV/PDFs/HepCZGeneralFactSheet.pdf. Accessed on 22nd March 2015.
  3. 3. Treatment of Hepatitis C Up to date. Available at https://www.uptodate.com/contents/hepatitis-c-beyond-thebasics#H17555986. Accessed on 17th Dec 2018.
  4. 4. Health library. Liver Anatomy and Functions. Johns Hopkins Medicine. Available at https://www.hopkingmedicine.org/healthbrary/conditions/liverbillary_and_pancreatic_disorders/liver_anatomy_and_functions_85,P00676. Accessed on 26th Dec. 2018.
  5. 5. Behzad Hajarizadeh, Jason Grebely. Gregory J. Dore. Epideminology and natural history of HCV infection. Nat Rev Gastroentrola Hepatol 2013;10(9):553-62.
  6. 6. Puri P. Anand AC, Saraswat VA, Acharya SK, Dhiman RK, Aggrawal R. et. at. Consensus Statement of HCV Task Force of the Indian National Association for Study of the Liver (NASL). Part I: Status Report of HCV infection in India. J Clin Exp. Hepatol 2014;4(2):106-116.
  7. 7. Dhiman RK. Future of therapy for Hepatitis C in India. A matter of Accessibility and Affordibility ? J Clin Exp Hepatol 2014:4(2) 85-6.
  8. 8. Amirthalingam R and Pavalakodi VN. Prevalence of HIV 1, HCV and HBV infections among inhabitants in Chennai City at Hi-tech Center, Tamil-Nadu-India Medical Science 2013;3(8)24-28.
  9. 9. The progression of Liver Disease. American Liver Foundation. Available at https://liverfoundation.org./forpatients/about the-river/the-progression-of-river-disease/#1503432164252-f19f7e9c-0374. Accessed on 20th Dec 2018.
  10. 10. Liver Cancer American Liver Foundation. Available at https://liverfoundation.org/for/patients/about-the-river/disease-of the liver/liver-cancer/ Accessed on 20th Dec 2018.
  11. 11. Chopra S. Patient education: Hepatitis C (Beyond the Basics) Up To Date. Available from http://www.uptodate.com/contents/hepatitis-c-beyond-the basics. Accessed on 22nd March 2015.
  12. 12. NIH. What I need to know about Hepatitis C. Available from http://www.niddk.nih.gov/health/information/health - topics/liver-disease/hepatitis-c-Pages/ez.aspx. Accessed on 22nd March 2014.
  13. 13. CDC Hepatitis C Information for the Public. Available from : http://www.cdc.gov/hepatitis/c/cfaq.htm.
  14. 14. Viral Hepatitis, Diet and Nutrition: Entire Lesson. United States Department of Veterans Affairs. Available at https://www.hepatitis.va.gov/patient/daily/diet/single-page.asp. Accessed on 26th Dec 2018.
  15. 15. Hepatitis C. Key Facts World Health Organization, Retrieved from https://www.who.int/news-room/factsheets/detail/hepatitis-c. Accessed on 11th Dec 2018.
  16. 16. How hepatitis C is not transmitted. Hepatitis C: Transmission and prevention. infohep. Available at http://www.infohep.org/How-hepatitis-C-is-not-transmitted/page/2620968. Accessed on 11th Dec. 2018.